Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પુરાની યાદે

 અમિતાભ બચ્ચને એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ઘણાં વર્ષો જુનો આ ફોટો લંડનના વેમ્બ્લી સ્ટેડિયમનો છે જેમાં તેમની સાથે શ્રી દેવી, સલમાનખાન અને આમિરખાન પણ જોવા મળી રહ્યાં છે. તેઓ આ સ્ટેડિયમમાં અમિતાભ બચ્ચનની કોન્સર્ટ માટે પહોંચ્યા હતાં. અમિતાભ બચ્ચન અને શ્રી દેવીએ અહીં 'જુમ્મા ચૂમ્મા' ગીત પર્ફોર્મ પણ કયુંર્ હતું. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અમિતાભ બચ્ચને કેપ્શન આપી હતી કે'વેમ્બ્લી સ્ટેડિયમમાં મારી કોન્સર્ટનો આ ફોટો છે. વેમ્બ્લી સ્ટેડિયમમાં પહેલી વાર કોઇ ભારતીય દ્વારા આ કોન્સર્ટ યોજવામાં આવી હતી. શ્રીદેવી, આમિર અને સલમાનને તેમની પહેલી કોન્સર્ટ માટે હું સાથે લઇને આવ્યો હતો. ૭૦ હજાર લોકો સામે એ લોકો સામે એ એક ઐતિહાસિક ક્ષણ હતી. પુનનિર્માણ પહેલાનું આ વેમ્બ્લી સ્ટેડિયમ છે. એનું રિનોવેશન થયા બાદ હવે તમે એને ઘણીવાર ફુટબોલની પ્રીમિયર લીગમાં જુઓ છો.' આ ફોટો જોઇને આમિર ખાને પણ ખુશી વ્યકત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરીને આમિરે કેપ્શન આપી હતી કે 'આઇલા! બે લેજેન્ડની સાથે અમર અને પ્રેમ. એ પણ વેમ્બ્લી સ્ટેડિયમમાં. ઉઇમા!!! આ ફોટો માટે થેન્કયુ સર.'(૧.૨)

(10:03 am IST)