Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

'કુમકુમ ભાગ્ય'ની કહાનીને પચ્ચીસ વર્ષ આગળ લઇ જવાશે

ટીવી સિરીયલ 'કુમકુમ ભાગ્ય' હાલમાં ટીઆરપીની રેસમાં સતત ટોપ પાંચમાં સામેલ રહે છે. ખુબ સારુ પ્રદર્શન શોવા છતાં આ શોમાં નવા વણાંકો લાવવા નિર્માતા તૈયારી કરી રહ્યા છે. આ શોમાં આગામી દિવસોમાં ખુબ મોટો એટલે કે પચ્ચીસ વર્ષનો લિપ આવશે. એટલે કે શોની કહાનીને પચ્ચીસ વર્ષ આગળ લઇ જવામાં આવશે.

અગાઉ શોમાં સાત વર્ષનો લિપ આવ્યો હતો. એ પછીની કહાનીમાં પ્રજ્ઞા (શ્રુતિ ઝા) અને અભિષેક (શબ્બીર અહલુવાલીયા)ની પુત્રી કિયારાને દેખાડવામાં આવી રહી છે. હવે ખુબ મોટા લિપ પછી નવી જ કહાની અને ટ્વિસ્ટ સાથે નવા કલાકારોની પણ એન્ટ્રી થશે. દર્શકોએ પ્રજ્ઞા અને અભિષેકની જોડીને ખુબ પસંદ કરી છે અને આ શોને પણ ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. ત્યારે હવે આગળ નવું શું આવશે? તે બાબતે સોૈ રાહ જોઇ રહ્યા છે.

(10:02 am IST)