Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પરદા પર રોમાન્સ કરવાની અભિષેક-ઐશ્વર્યાની ઇચ્છા નથી

અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન આદર્શ દંપતિ ગણાય છે. બંને વચ્ચે મનમેળ ન હોવાની વાતો પણ ઘણી વાર થતી રહે છે. અસલી જિંદગીના આ પતિ-પત્નિ ફિલ્મ 'ગુલાબ જામુન'માં એક સાથે કામ કરવાના હતાં. પરંતુ આ ફિલ્મ હાલ તો ડબ્બામાં જતી રહી છે. હવે આ બંનેને ફરી એક સાથે પરદા પર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. જો કે ચર્ચા એવી છે કે અભિષેક અને ઐશ્વર્યા અને અભિષેક એવી એકપણ ફિલ્મ સાથે કરવા નથી ઇચ્છતા જેમાં બંને પાત્રો એક બીજાના પ્રેમમાં હોય. અભિષેક પરદા પર ઐશ્વર્યા સાથે રોમાન્સ કરે તે દર્શકોને ગમશે નહિ. આ માટે બંને એવી કહાની શોધી રહ્યા છે જેમાં બંને વચ્ચે પ્રેમાલાપ ન હોય. અભિષેક અને ઐશ્વર્યા સિવાયની પણ એવી અનેક જોડીઓ છે જેને દર્શકો પરદા પર રોમાન્સ કરતાં પસંદ કરતાં નથી.

(10:02 am IST)