Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સેન્સર બોર્ડે પાંચ કટ સૂચવી 'અય્યારી'ને આપી લીલીઝડી

મુંબઈ: ડાયરેક્ટર નિરજ પાંડેની ફિલ્મ અય્યારીની રીલીઝને લઈ ચાલી રહેલ મુશ્કેલી દૂર થતી નજરે પડી રહી છે. રક્ષા મંત્રાલય તરફથી એનઓસી આપ્યા બાદ હવે ફિલ્મ સેંસર બોર્ડમાં પણ પાસ થઈ છે. જોકે, સેંસર બોર્ડે ફિલ્મમાં પાંચ કટ સૂચવ્યા છે. 

આ ફિલ્મ સેના પર આધારીત હોવાથી સેંસર બોર્ડે પહેલા રક્ષામંત્રાલયની સમીક્ષા માટે મોકલી હતી. રક્ષા મંત્રાલયે ફિલ્મ નિહાળ્યા બાદ તેને લીલીઝંડી આપી દીધી હતી. જેનાથી ફિલ્મની રીલીઝના આડેના અવરોધ દૂર થયા છે. જોકે, ફિલ્મ હવે આ શુક્રવારની જગ્યાએ ૧૬ ફેબ્રુઆરીએ રીલીઝ થશે. આ ફિલ્મને મંજૂરી મળવાના કારણે ફિલ્મમેકરના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. તેમજ ફિલ્મના હિરો સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વિટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મહત્વનુ છે કે, ફિલ્મમાં સેનાને કેટલાક સેન્સેટીવ મુદ્દા રજૂ કરાયા હોવાના કારણે સેંસર બોર્ડે રક્ષા મંત્રાલય પાસે અભિપ્રાય માંગ્યો હતો. આ માટે દિલ્હીમાં રક્ષા મંત્રાલય માટે ફિલ્મની ખાસ સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. રક્ષા મંત્રાલયે આ ફિલ્મ જોયા બાદ ફિલ્મમાં પાંચ કટની સલાહ આપી હતી. આ સ્પેશિયલ સ્ક્રિનિંગમાં રક્ષા મંત્રાલયના સભ્યો ઉપરાંત સેંસર બોર્ડ અને રીવાઈઝિંગ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા. 

(4:49 pm IST)