Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગૌ માતાની દિવ્યતાના દર્શન કરાવતી ગુજરાતી ફિલ્મ 'ગૌરક્ષક': બીજી માર્ચના થશે રિલીઝ

રાજકોટ તા. ૮: હિન્દૂ સનાતન વૈદિક ધર્મ પ્રમાણે ગૌ માતા વિશ્વ માતાઙ્ગ છે.ઙ્ગ ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી હિન્દુ સંસ્કૃતિના પ્રાણ સમાન છે. ૩૩ કોટી દેવી- દેવતાઓનો જેમનામાં વાસ છે એવા વંદનીય ,પૂજનીયઙ્ગગૌ માતાની દિવ્યતાના દર્શન કરાવતીઙ્ગપ્રથમ એંતિહાસિક ગુજરાતી ફિલ્મઙ્ગ'ગૌ રક્ષક' શુક્રવાર બીજી માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમના હૃદયમાં હિન્દુ સંસ્કૃતિ માટે ગર્વ છે,ગૌરવ છે,પ્રેમ છે,લાગણી છે એવા પ્રત્યેક હિન્દુ સંસ્કૃતિ પ્રેમીઓઙ્ગ ફિલ્મ 'ગૌ રક્ષક' જોઈને હિન્દુ આદર્શ પરંપરાનો મહિમા વિશ્વમાં ફેલાવો કરી શકે તેમ હોવાનું નિર્માતાનું કહેવું છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક મનોજ નથવાણી તથા નિર્માતા પંકજકુમાર ગોસ્વામી તથા સહ-નિર્માતા અભિષેક દુબેદી છે. ફિલ્મમાં સંગીત પંકજ ભટ્ટનું છે. ફિલ્મમાં અભિષેક દુબેદી, ફિરોઝ ઇરાની, હેમંત ઝા, શરદ વ્યાસ સહિતના કલાકારોનો કાફલો છે. (૧૪.૫)

(11:43 am IST)