Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મારા સિવાય વડાપ્રધાન મોદીનું પાત્ર કોઇ ભજવી નહીં શકેઃ પરેશ રાવલ

મુંબઇ તા.૮: પરેશ રાવલનું કહેવું છે કે પ્રાઇમ મિનિસ્ટ નરેન્દ્ર મોદીનું પાત્ર તેમના સિવાય બીજું કોઇ ભજવી ન શકે. નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે અને એમાં તેમનું પાત્ર પરેશ રાવલ ભજવી રહ્યા છે. આ વિશે પૂછતા પરેશ રાવલે કહ્યું હતું કે 'આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ ઓલમોસ્ટ પુરૂ જ થઇ ગયું છે. સ્ક્રિપ્ટ  ફકત એક-બે ઇસ્ટુ માટે અટકી છે અને એનો ઉકેલ આવ્યા બાદ અમે શૂટિગ શરૂ કરીશુ. ફકત હું જ નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી શકું છું. હું તેમને ખૂબ જ પ્રેમ કરૂ છું એથી હું આ ઠાઠમાઠથી બોલતો હોઉ એવું તમને લાગશે. તેમની વાતો મને ખૂબ જ સારી રીતે સમજાય છે. મેં તેમને ખૂબ જ બારીકાઇથી પારખ્યા છે. મારૂ માનવું છે કે સફેદ દાઢી લગાવી દેવાથી કોઇ મોદી નથી બની જતું. લોકોને તેમનામાં ખૂબ જ વિશ્વાસ છે. તેમને ખબર છે કે મોદી એક સાચી વ્યકિત છે. કેટલીક વાર સારૂ કામ કરતાં કેટલીક ભૂલો દરેક વ્યકિતથી થાય છે.(૧.૫)

(11:42 am IST)