Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ફરીથી અજય દેવગણ સાથે ટક્કર લેશે વિદ્યુત

બોલીવૂડનો સિંઘમ અજય દેવગણ દરેક પ્રકારના રોલ માટે જાણીતો છે. તે સુપરહિટ કોમેડી સિરીઝ ગોલમાલ પણ કરી ચુકયો છે. હવે તે આગામી ફિલ્મમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે. લવરંજનની રોમાન્ટીક ફિલ્મમાં અજય સાથે તબ્બુ અને રકૂલપ્રિત સિંહ છે. આ ફિલ્મનું નામ નક્કી થયું નથી, પણ ફિલ્મ ૧૯ ઓકટોબરે થિએટરમાં આવી જશે એ પાક્કુ છે. જો કે એ વખતે અજયની સાથે વિદ્યુત જામવાલ ટક્કર લેવા આવી પહોંચશે. વિદ્યુતને લઇને 'જંગલી' નામની ફિલ્મ બનાવાઇ રહી છે. જેમાં એકશન અને એડવેન્ચરનો ભરપુર ડોઝ હશે. આ એક પરિવાર અને હાથી સાથેના તેના સંબંધો પર આધારીત ફિલ્મ છે. બોકસ ઓફિસની દ્રષ્ટીએ જોઇએ તો અજય સામે વિદ્યુતનો કોઇ મુકાબલો નથી. પણ જંગલી જે રીતે બની રહી છે તે જોતાં તેની ગણતરી નાની ફિલ્મમાં કરી શકાય તેમ નથી. બાદશાહોમાં અજય, ઇમરાન સાથે વિદ્યુત પણ હતો. જેણે અજય સાથે ટક્કર લીધી હતી.

(9:36 am IST)