Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

રાજકોટની યેશા રૂઘાણી સબ ટીવી પર 'હીરો ગાયબ મોડ ઓન' માં મુખ્ય ભુમિકામાં

રાજકોટ તા. ૭ : ટેલીવીઝનના માધ્યમથી સોની સબ ચેનલ પર આજથી શરૂ થવા જઇ રહેલ 'હીરો ગાયબ મોડ ઓન' શોમાં રાજકોટની એસ.એન.કે. સ્કુલની વિદ્યાર્થીની યેશા રૂઘાણી મુખ્ય રોલમાં ભુમિકા અદા કરી રહી છે. એકશન, રોમાન્સ, સ્ટન્ટથી ભરપૂર આ શો માં મુખ્ય અભિનેતા તરીકે અભિષેક નિગમ છે. યેશા રૂઘાણી માટે ટેલીવીઝનની દુનિયામાં આ ત્રીજી સીરીયલ છે. તેણીને ઠેરઠેરથી શુેભચ્છાઓ મળી રહી છે.

(11:42 am IST)