Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

રિચાની 'શકિલા' રિલીઝ થશે થિએટરમાં

કોરોના કાળમાં સિનેમા હોલ ખુલ્યા છે છતાં કડક નિયમોનું પાલન કરવાનું હોવાથી મોટી ફિલ્મોના નિર્માતા પોતાની ફિલ્મો હજુ છુટથી રિલીઝ કરી રહ્યા નથી. આ કારણે નાની ફિલ્મોને ફાયદો થઇ રહ્યો છે. લાંબા સમયથી અટકેલી ફિલ્મો પણ રિલીઝ થઇ રહી છે. ક્રિસ્મસ પર કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. વરૂણ અને સારાની કૂલી નં. ૧ ઓટીટી પર જોવા મળશે. બીજી તરફ રિચા ચઢ્ઢાની ફિલ્મ 'શકિલા' થિયેટરમાં રિલીઝ થઇ રહી છે. એક એડલ્ટ સ્ટાર પર આધારીત શકિલા ઘણા સમયથી તૈયાર હતી. હવે ક્રિસમસ પર તેને રિલીઝ કરાશે. ઇન્દ્રજીત લંકેશના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રિચા સાથેનું પાત્ર અનેક ચોંકાવનારા ખુલાસા કરશે. જો કે આ ફિલ્મ કેટલા દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચી લાવે છે એ સમય આવ્યે ખબર પડશે. માર્ચ-એપ્રિલમાં આ ફિલ્મ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના નડી ગયો હતો. રિચા પોતાના લગ્નની તૈયારીમાં પણ છે.

 

(9:39 am IST)