Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

હોલીવુડ રોક સ્ટાર જૉની હેલીડેનું 74 વર્ષે નિધન

મુંબઈ:ફ્રાન્સના પ્રખ્યાત રોક સ્ટાર જોની હેલીડેનું નિધન થયું છે. તે 74 વર્ષના હતા. તેની પત્ની દ્વારા  જોનીના મૃત્યુની માહિતી આપવામાં આવી છે.

11 કરોડથી વધુ મ્યુજિક આલબલ જોણીની વેચાઈ ગઈ છે. જોનીને ફેફસાનું કેન્સર હતું. જોનીના મૃત્યુની માહિતી આપતા તેની પત્નીએ કહ્યું કે મને જણાવતા દુઃખ થાય છે કે જોની આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ આ સાચું છે કે તે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

 

(5:51 pm IST)