Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ઠગ ઓફ હિન્દુસ્તાન અત્યારથી હાઉસફુલ: 1800 રૂપિયા સુધી પહોંચ્યો ટિકિટનો ભાવ

મુંબઈ :અભિનેતા આમિર ખાનની ઠગ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. પરંતુ ત્યાર પહેલા ફિલ્મની એડવાન્સ બુકિંગ છેલ્લા ગુરુવારથી ચાલી રહી છે. હાલમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ અનુસાર જે આંકડાઓ આવી રહ્યા છે તેના અનુસાર ફિલ્મ જોરદાર ઓપનિંગ કરી શકે છે. કેટલીક જગ્યાઓ પર શૉ હાઉસફુલ થઇ ચુક્યા છે. બીજી બાજુ દિવાળીને કારણે ફિલ્મની ટિકિટ પણ મોંઘી મળી રહી છે.અને એક તબબકે ફિલ્મની ટિકિટનો ભાવ 1800 સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે 

(10:13 pm IST)