Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કોઇપણ રોલમાં ફીટ થઇ જતો અક્ષય વિલનમાં પણ જામ્યો

દર્શકો લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોઇ રહ્યા છે સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ '૨.૦'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અક્ષય કુમારનું નામ સાંભળતા જ એવો હીરો સામે આવે છે જે કોઇપણ રોલમાં ફિટ થઇ જાય છે. આ ફિલ્મમાં પણ તે વિલનના રોલમાં ફિટ થઇ ગયો છે. જોરદાર કામ તેણે આ ફિલ્મમાં પણ કર્યુ છે. ટ્રેલર જોતાં જ લાગે છે કે આપણે કોઇ બીજી દુનિયામાં આવી ગયા હોઇએ. ટ્રેલર જોતાં ફિલ્મની કહાનીનો અંદાજ નથી આવી શકતો. પણ રજનીકાંત વૈજ્ઞાનિક અને રોબોટ એમ બે રોલમાં જોવા મળશે. ફિલ્મનું શુટીંગ થ્રીડી કેમેરાથી થયું છે. વીએફએકસ ઇફેકટ શ્રીનિવાસ મોહને આપી છે. બાહુબલીમાં પણ તેણે આ કામ જોરદાર કર્યુ હતું. જબરદસ્ત હિટ નિવડશે તેમાં કોઇ શંકા જણાતી નથી.

(9:52 am IST)