Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

કેટરિના કૈફે ગૌરી ખાન સાથે વ્યવસાયમાં ઝંપલાવ્યું: કેટરિનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક પોસ્ટ શેર કરી : જોકે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે બન્ને સ્ટાર્સ એક સાથે મળીને શું કરવાના છે

મુંબઇઃ કેટરિના કૈફે ગૌરી ખાન સાથે વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. જેની જાણકારી કેટરિનાએ સોશ્યિલ મીડિયા પર આપી હતી. કેટરિનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક પોસ્ટ શેર કરી હતી.જેમાં તેણે લખ્યું છે કે, ડ્રિમી ફ્લોરલ્સ. બહુ જલદી જ ગૌરી ખાન સાથે મળીને કાઁઇ સ્પેશિયલ કરવાની છું. જોકે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે બન્ને સ્ટાર્સ એક સાથે મળીને શું કરવાના છે.

કેટરિનાએ ગોરી ખાન સાથેના કોલેબોરેશન વિશે વધુ માહિતી આપી નથી. પરંતુ તેણે જાણકારીઆપતી વખતે પહેરેલા ફ્લોરલ ડ્રેસની મહત્વતા જણાઇ રહી છે. જ્યારે બીજી બાજુ ગૌરી ખાને પણ નો કોમેન્ટસ કરીને આ બાબતે કાંઇ જણાવ્યું નથી. ભૂતકાળમાં પણ ગૌરી સાથે મલાયકા અરોરાએ કોલેબોરેશન કર્યું હતું.

(12:15 pm IST)