Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ગલી બોયને આજે ઓવરટેક કરશે સુપર ૩૦

રણવીર સિંહની ફિલ્મે કરેલા ૧૪૦.રપ કરોડના આંકડાને હૃતિક રોશનની મૂવી આજે પાર કરશે

મુંબઇ તા. ૭ :.. હૃતિક રોશનની 'સુપર ૩૦' બહુ જલદી રણવીર સિંહની 'ગલી બોય'ને ટક્કર આપશે. હૃતિકની ફિલ્મે સોમવાર સુધીમાં ૧૩૮.૭૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને ધારવા કરતાં ઘણી સફળતા મળી છે અને લોકો હજી પણ એને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલાં અઠવાડીયામાં ૭પ.૮પ કરોડ, બીજા અઠવાડીયામાં ૩૭.૮૬ કરોડ, ત્રીજા અઠવાડીયામાં ૧૭.૯૪ કરોડ અને ચોથા અઠવાડીયાના શુક્રવારે ૯૬ લાખ, શનિવારે ર.૧૦ કરોડ, રવિવારે ૩.રર કરોડ અને સોમવારના ૮પ લાખ સાથે ટોટલ ૧૩૮.૭૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણવીર સિંહની 'ગલી બોય' એ ૧૪૦.રપ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ આંકડો મંગળવારના અને આજના બિઝનેસ સાથે પાર થવાની સંભાવના છે.

આ વર્ષની સૌથી વધુ બિઝનેસ કરનારી ટોપટેન ફિલ્મો

ફિલ્મનું નામ

બિઝનેસ(રૂપીયામાં)

કબીર સિંહ

ર૭૭.૦૭ કરોડ

ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇક

ર૪પ.૩૬ ,,

ભારત

ર૧૧.૦૭ ,,

કેસરી

૧પ૪.૪૧ ,,

ટોટલ ધમાલ

૧પ૪.ર૩ ,,

ગલી બોય

૧૪૦.રપ ,,

સુપર ૩૦

૧૩૮.૭૮ ,,

દે દે પ્યાર દ

૧૦૩.૬૪ ,,

લૂકા છૂપી

૯૪.૭પ ,,

મણિકાર્ણિકા

૯ર.૧૯ ,,

ધ કવીન ઓફ ઝાંસી

 

(3:07 pm IST)