Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અહાનાનું જાણે સપનુ પુરૂ થયું

અભિનેત્રી અહાના કુમરાએ લિપસ્ટિક અન્ડર માય બુરખા અને ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મો થકી અભિનય ક્ષમતા દેખાડી છે. તેને આ કામ માટે ખુબ પ્રશંસા મળી હતી. ફિલ્મોમાં સક્રિય રહેવા ઉપરાંત અહાના વેબ સિરીઝમાં પણ ખુબ કામ કરે છે. બોલીવૂડ અને વેબ પ્રોજેકટમાં એક સાથે કામ કરી રહી છે. હાલમાં જ અહાનાએ નેટફિલકસની વેબ સિરીઝ 'બેતાલ'નું શુટીંગ પુરૂ કર્યુ છે. અહાના માટે બેતાલ ખુબ જ મહત્વની છે. કારણ કે આ સિરીઝનું નિર્માણ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પ્રોડકશન હાઉસ કરી રહ્યું છે. અન્ય લોકોની જેમ અહાના પણ શાહરૂખ ખાનની ખુબ મોટી ચાહક રહી છે. હવે તેના દ્વારા નિર્મિત વેબ સિરીઝમાં કામ મળતાં તેનું સપનુ સાકાર થયું હોય તેવી ખુશી થઇ રહી છે. ફ્રેન્ડશીપ ડે પર અહાના સુપરસ્ટાર શાહરૂખને મળી હતી અને ફૈનગર્લ મોમેન્ટની ખુશી મેળવી હતી. અહાનાએ તસ્વીર પોસ્ટ કરી લખ્યું હતું કે-પ્યાર દોસ્તી હૈ...કુછ કુછ હોતા હૈ...એસઆરકે આપ નહિ સમજોગે. હું હજુ પણ એ સમયમાં છું જ્યારે મેં તમારી સાથે વાત કરી હતી.

(9:49 am IST)