Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

હું રોલ તરફ આકર્ષિક થઇ ગઇ હતીઃ અદિતી

અભિનેત્રી અદિતી રાવ હૈદરી આગામી ફિલ્મ સુફિયમ સુજાતયુમને કારણે ઉત્સાહિત છે. ડિજીટલ મિડીયા અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી મ્યુઝિકલ રોમાન્ટીક ડ્રામા પ્રકારની આ ફિલ્મમાં અભિનેતા જયસૂર્યા સાથે અદિતીની ભુમિકા ખુબ જ મહત્વની છે. આ ફિલ્મ દર્શકોને સંગીતમય સફર પર લઇ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રોલ નિભાવવા બાબતે અદિતી રાવ હૈદરીએ કહ્યું હતું કે મેં કહાની સાંભળતા જ મને પસંદ પડી ગઇ હતી. જો મને કોઇપણ પાત્રની ભાવનાત્મક સફર સાથે ન્યાય કરવામાં થોડો પણ ડર લાગતો હોય તો હું એ રોલ નિભાવવાની હા કહી દઉ છું. આ કહાનીમાં ભોળપણ અને પવિત્રતા છે. આ કારણે જ હું રોલ તરફ આકર્ષિત થઇ હતી. સાઉથની આ ફિલ્મના બે ગીતો પણ અદિતીને ખુબ ગમ્યા છે. તેનો દાવો છે કે દર્શકો પણ આ ગીતોને કારણે મંત્રમુગ્ધ થઇ જશે. ફિલ્મનું નિર્દેશન નારાનીપુઝા શનાવાસે કર્યુ છે.

(10:06 am IST)