Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મૌની રોયની મારકણી અદાએ કર્યા ચાહકોને પાગલ

ટીવી પરદેથી જાણીતી બનેલી મૌની રોય હવે આ નાનકડા પરદા પરથી અલગ થઇ ગઇ છે. તે બોલીવૂડમાં કામ કરી રહી છે. તેની અક્ષય કુમાર સાથેની પહેલી ફિલ્મ ગોલ્ડનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ તેને મહત્વનો રોલ અપાયો છે.

મૌનીએ બોલીવૂડમાં કામ મેળવવા ખુબ મહેનત કરી છે. તે સેકસી અને ગ્લેમરસ દેખાવ માટે સતત સતર્ક રહે છે. તેની ખુબસુરતી લાજવાબ છે, તેની સાબિતી તે પોતાની તસ્વીરો થકી અવાર-નવાર આપતી રહી છે. તાજેતરમાં તેણે એક તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેને જોઇને ચાહકો પાગલ થયા હતાં. આ તસ્વીરમાં મૌની અલગ જ રૂપમાં દેખાઇ રહી છે. મૌનીને નાગિન શો થકી વધુ નામના મળી હતી. હવે તે બોલીવૂડમાં સફળ બનવા તૈયાર છે.

(10:04 am IST)