Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

કોફી વિથ કરણની છઠ્ઠી સીઝનની તૈયારીઓ શરૂ

મુંબઇ:ફિલ્મ સર્જક અને ટીવી શો હોસ્ટ કરણ જોહરના સુપરહિટ ટીવી ચેટ શો કૉફી વીથ કરણની છઠ્ઠી સીઝન શરૃ થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. હંમેશની જેમ આરંભના એપિસોડ્સમાં ટોચનો અભિનેતા ફિલ્મ સર્જક અને કરણનો જિગરી દોસ્ત શાહરુખ ખાન, ટોચની અભિનેત્રી કાજોલ અને રાની મુખરજી ચમકશે એવી માહિતી કરણના પ્રવક્તાએ આપી હતી. આ પ્રકારના ચેટ શોનો આરંભ ૧૯૭૦ના દાયકાની ટોચની અભિનેત્રી સીમી ગરેવાલે રેન્ડીવુ વીથ સીમીથી થયો હતો અને ત્યારબાદ તબસ્સુમે ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશાન નામે ટીવી ચેટ શો કર્યો હતો. હાલ એવા ટીવી ચેટ શોમાં કરણ જોહર અને  નેહા ધૂપિયાનું નામ મોખરે છે. અન્ય એક અહેવાલ મુજબ કરણ હાલ ટોચના ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને એમની લવ સ્ટોરી પોતાના આ ટીવી ચેટ શોમાં કરવા માટે સમજાવી રહ્યો હતો. જો કે વિરાટ હાલ અત્યંત વ્યસ્ત ખેલાડી હોવાથી તારીખોની સમસ્યા નડી રહી છે. કરણ એનું નિરાકરણ પણ શોધી રહ્યો હોવાનું એના પ્રવક્તાએ કહ્યું હતું. આ સીઝન સપ્ટેંબરમાં ફ્લોર પર જશે અને ઘણું કરીને ઓક્ટોબરમાં એ ટેલિકાસ્ટ થવાનું શરૃ થશે.

 

(5:32 pm IST)