Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અજય દેવગણ-રણબીર કપૂર ફરી એકવાર સાથે ચમકશે

મુંબઇ: ટોચના બે કલાકારો અજય દેવગણ અને રણબીર કપૂર ફરી એકવાર રૃપેરી પરદા પર સાથે ચમકશે એવી માહિતી મળી હતી. અગાઉ આ બંને પ્રકાશ ઝાની ફિલ્મ રાજનીતિ (૨૦૧૦)માં દેખાયા હતા. હાલ સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી સુપર કોમેડી ફિલ્મ આપનારા ફિલ્મ સર્જક લવ રંજન આ બંનેને સાથે લઇને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. અજય દેવગણે લવ રંજનની સ્ક્રીપ્ટ સંાભળીને આ ફિલ્મ કરવાની તૈયારી દાખવી હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરના ભૂતકાળમાં અજયને ટેનિસ એલ્બોની તકલીફ હતી પરંતુ ધાર્યા કરતાં એ જલદી સાજો થઇ ગયો હતો. ગયા સપ્તાહે એણે પોતાની નવી વીએફએક્સ ઑફિસની પૂજામાં હાજરી આપી હતી. હાલ અજય છત્રપતિ શિવાજી મહારાજના વફાદાર સેનાપતિ તાનાજી માલશૂરેની બાયો-ફિલ્મ તાનાજી એન અનસંગ હીરોના પોતાના મુખ્ય રોલની પૂર્વતૈયારી કરી રહ્યો છે. હવે એની તબિયત એકદમ ઓલરાઇટ હોવાનું એના પ્રવક્તાએ કહ્યું હતું.

(5:31 pm IST)