Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

'૨.૦'ના નિર્માતાઓએ સેટેલાઇ અને ટીવીના રાઇટ્સના ભાવ વધાર્યા

મોટી મોટી ફિલ્મોની રાહ ખુબ જોવી પડતી હોય છે. આવી ફિલ્મો સાથે મુશિબતો પણ જોડાયેલી હોય છે. રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ''૨.૦'ની હાલત પણ આવી જ છે. ૧૫મી ઓગષ્ટના રિલીઝ થવાનું નક્કી થઇ ગયા બાદ ફરીથી આ ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ધકેલાઇ ગઇ છે. સાયન્સ ફિકશન એવી આ ફિલ્મમાં અક્ષય કુમાર પહેલી વખત વિલનના રોલમાં જોવા મળશે. અગાઉ ઓગષ્ટમાં ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી થયું હતું, એ પછી દિવાળી અને હવે ફરીથી તારીખ બદલાઇ છે. અમેરિકન કંપનીએ ફિલ્મના સ્પેશિયલ ઇફેકટસમાં ગરબડ કરી નાંખતા ફરીથી ઠીકઠાક કરાયું છે. જો કે આ પ્રક્રિયા પુરી થવામાં ખુબ સમય લાગે એમ છે. જેથી ઓગષ્ટમાં રિલીઝ થઇ શકશે નહિ. ફિલ્મ ઓવર બજેટ પણ થઇ ચુકી છે. નિર્માતાઓએ સેટેલાઇટ અને ટીવી રાઇટ્સના ભાવ પણ વધારી દીધા છે. અક્ષયને રાહત થશે, કેમ કે ૧૫મી ઓગષ્ટે તેની ફિલ્મ ગોલ્ડ પણ આવી રહી છે. તેની સાથે ટક્કર ટળી ગઇ છે.

(9:51 am IST)