Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં કેમિયો કરશે અભય દેઓલ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અભય દેઓલ ફિલ્મ ઝીરોમાં કેમિયો કરતા નજરે પડશે. આનંદ એલ રે અત્યારે ફિલ્મ ઝીરો શાહરુખ ખાનને લઈને બનાવે છે. ઝીરોમાં શાહરુખ આ ફિલ્મમાં ઠીંગુજીનું પાત્ર ભજવશે. ઝીરો ફિલ્મમાં કેટરીના અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. ભય દેઓલ ફિલ્મમાં કેમિયો કરશે। અભય દેઓલે જણાવ્યું કે ફિલ્મ ઝીરોમાં મારો નાનો રોલ છે. કેર્ટીના કૈફના બોયફ્રેડનનો રોલ કરવાનું છું. જે તેને મૂકી દે છે. અને આના લીધે કેટરીનાનો પ્યાર પરથી વિશ્વાસ ઉડી જાય છે.

(4:43 pm IST)