Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

દરિયા કાંઠે દીપિકાઃ સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

એકટ્રેસના આ ફોટોગ્રાફ્સ ફેન્સ ખૂબ રિએકટ કરી રહ્યા છે

નવી દિલ્હી, તા.૭: બોલીવુડ એકટ્રેસ દીપિકા પાદુકોણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ એકિટવ રહે છે. તાજેતરમાં જ તેના કેટલાક ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ ફોટોગ્રાફ્સને એકટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ફેન્સ સાથે શેર કરી છે. દીપિકા પાદુકોણ આ ફોટોગ્રાફ્સમાં અલગ-અલગ પોઝ આપતી નજરે આવી રહી છે. એકટ્રેસના આ ફોટોગ્રાફ્સ ફેન્સ ખૂબ રિએકટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણના ફોટોગ્રાફ્સ આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે, હવે એકટ્રેસના આ ફોટોગ્રાફ્સ પણ ખૂબ વાહ વાહી ભેગી કરી રહ્યા છે.

તાજેતરમાં જ દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એકટ્રેસ પોતાની ટ્રેનરની સાથે જિમમાં ખૂબ ગંભીર બનીને એકસસાઈઝ કરી રહી હતી. પરંતુ જેવો જ તેમની અને શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મ ચેન્નઈ એકસપ્રેસનું ગિત લુંગી ડાન્સ વાગે છે તો, એકટ્રેસ એકસસાઈઝની વચ્ચે જ હુક સ્ટેપ કરવાનું શરુ કરી દે છે. સોશિયલ મીડિયા પર એકટ્રેસનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

તો, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લીવાર દીપિકા પાદુકોણ ફિલ્મ ઙ્કછપાકઙ્ખ માં દેખાઈ હતી જો કે આ ફિલ્મ બોકસ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. પરંતુ હવે જલ્દી જ દીપિકા રણવીર સિંહ સાથે ફિલ્મ ઙ્ક૮૩ઙ્ખ માં દેખાશે. ૧૯૮૩ માં ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી ભારતની જીતની આ સ્ટોરી જલ્દી જ મોટા પડદા પર દર્શકોનું મનોરંજન કરતી દેખાશે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે-સાથે તાહિર ભસીન, સાહિલ ખટ્ટર, એમિ વિર્ક, હાર્ડી સંધૂ સાકિબ સલીમ અને ઘણા એકટર્સ દેખાશે.

(3:44 pm IST)