Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

નીક જોનસે પત્ની પ્રિયંકા સાથે રમી પ્રથમ હોળી : તસ્વીરો થઈ વાયરલ

બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફ પણ રંગોમાં ડૂબેલી જોવાઈ

મુંબઈ : બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હોળીના તહેવારની પણ ધૂમ જોવા મળી છે. ગઈ રાતે ઇશા અંબાણીએહોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ પતિ નિક જોનસ સાથે રંગોના તહેવાર હોળીને સેલીબ્રેટ કરવા માટે પાર્ટીમાં પહોંચી હતી.બંનેએ હોળી પાર્ટીમાં ખુબ ધુમાલ કરી હતી.

આ સ્ટાર કપલની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સામે આવેલી આ તસ્વીરોમાં મેચિંગ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે પરંતુ હોળી રમ્યા બાદની તસ્વીરોમાં બંનેના કપડા રંગોમાં ફેરવાઈ ગયા હતા. હોળી પાર્ટીની તસ્વીરો નીક જોનસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોની સાથે તેમને કેપ્શનમાં લખ્યું છે કે, 'મારી પ્રથમ હોળી, ખુબ જ મજા આવી મારા ઘરે ઇન્ડિયામાં હોળી સેલીબ્રેટ કરી.'

એક તસ્વીરમાં પ્રિયંકા ચોપરાની મિત્ર અને બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફ પણ રંગોમાં ડૂબેલી જોવા મળી રહી છે. આ તસ્વીરોને જોઇને એવું લાગી રહ્યું છે કે, પ્રિયંકા અને નીક જોનસે આ તહેવારની ખુબ મજા માણી છે. નીક અને પ્રિયંકા ચોપરાની આ તસ્વીરો સોશિયલ સાઈટ પર છવાયેલી છે. ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.

(2:10 pm IST)