Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

એશિયન પેઇન્ટ્સની એડમાં દિપીકા અને રણબીર ચમકશે

બોલીવુડ ચાહકોમાં ખુશી અને ઉત્સાહની લાગણીઃ બન્ને કલાકાર એશિયન પેઇન્ટસની નવી બ્રાન્ડ રોયલ હેલ્થ શિલ્ડ, એન્ટી બેક્ટેરિયલ પેઇન્ટને પ્રમોટ કરવા એક સાથે

અમદાવાદ,તા. ૭: ભારતના અત્યંત માનીતા બોલિવુડ સ્ટાર્સ દીપીકા પાદુકોણે અને રણવીર કપૂર એશિયન પેઇન્ટસની નવી બ્રાન્ડ રોયલ હેલ્થ શિલ્ડના કેમ્પેન માટે સ્ક્રીન પર ફરી એક વાર ભેગા થયા છે. દરેક ઘર માટે એન્ટી બેક્ટેરિયલ પેઇન્ટ તરીકે રોયલ હેલ્થ શિલ્ડને પ્રસ્થાપિત કરવા માટે નવી એડ લોન્ચ કરવામાં આવી છે. બંને સ્ટાર્સ ફરી એકવાર સ્ક્રીન પર સાથે આવતાં બોલીવુડ ચાહકો અને ખાસ કરીને તેમના ફેન્સમાં ભારે ખુશી અને ઉત્સાહની લાગણી છવાઇ છે. દીપીકા પાદુકોણે અને રણવીર કપૂર વચ્ચેની મિત્રતાને ઝડપી લેતા આ સૌપ્રથમ બ્રાન્ડ કેમ્પેન છે જેને એશિયન પેઇન્ટ્સ દ્વારા રોયલ હેલ્થ શિલ્ડ સાથે આરોગ્યપ્રદ અને સ્વચ્છ ઘરો માટે બે સેલિબ્રિટીઓ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી છે. રોયલ હેલ્થ શિલ્ડ માટેની નવી ફિલ્મમાં રણવીર કપૂરને પોતાના ઘરનું રિનોવેશન કરતા બતાવવામાં આવ્યા છે અને તે પોતાની દિવાલો માટે કલરની પસંદગી અંગે દ્વિધા અનુભવે છે. સ્ટાઇલ અને ડિઝાઇન અંગે પોતાની નિખાલસતા માટે જાણીતા તેઓ સલાહ માટે દીપીકાને બોલાવવાનું નક્કી કરે છે. તેણી તેને પોતાની ઇચ્છા પ્રમાણેનો કોઇપણ કલર પસંદ કરવા કહે છે, સિવાય કે તે જે કોઇ કલર પસંદ કરે તે તેના આરોગ્યની સંભાળ રાખતો હોવો જોઇએ. તેણી એશિયન પેઇન્ટસનો રોયલ હેલ્થ શિલ્ડની ભલામણ કરે છે, જે બેક્ટેરિયાને દૂર રાખવાની સાથે દિવાલોના સુંદર દેખાવને પણ ઓફર કરે છે. નવી એડ કેમ્પેન બાબતે બોલતા એશિયન પેઇન્ટસ લિમીટેડના સીઓઓ અમિત સિંગલેએ જણાવ્યું હતું કે, અમે દીપીકા પાદુકોણે અને રણવીર કપૂર સાથે આ નવી ફિલ્મ લોન્ચ કરતા અત્યંત આનંદ અનુભવીએ. આવું સૌપ્રથમ વખત બન્યુ છે કે અમારી બ્રાન્ડ જે શ્રેષ્ઠતા આપે છે તેની હિમાયત કરવા માટે અમારા બ્રાન્ડ કેમ્પેન માટે તેઓ બન્ને એક સાથે આવ્યા છે. આજે ઉપભોક્તા વધુ જાગૃત્ત બની ગયો છે અને ખાસ કરીને ઘરની વાત આવે એટલે તંદુરસ્ત પસંદગીઓ કરવામાં માને છે જે સુરક્ષિત અને સ્વચ્છ હોય. એશિયન પેઇન્ટ્સ રોયલ હેલ્થ શિલ્ડ ગ્રાહકો પોતાની દિવાલો બેક્ટેરિયા મુક્ત હોય તેના માટે આવી જ એક તંદુરસ્ત પસંદગી છે. આ ક્રાંતિકારી પેઇન્ટમાં ઇન્ડિયન મેડીકલ એસોસિયેશન (આઇએમએ) દ્વારા ભલામણ કરવામાં આવી છે તેવા સિલ્વર આયોન ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે તેને આ પ્રકારનો તફાવત પ્રાપ્ત કરનાર સૌપ્રથમ પેઇન્ટ બનાવે છે. એશિયન પેઇન્ટસની આ એડ અત્યારથી જ લોકોમાં જોરદાર ક્રેઝ જમાવી રહી છે.

(10:13 pm IST)