Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

હીના પરમારે પહેલી વખત ભજવ્યું આગનું દ્રશ્ય

મુંબઇ તા. ૭: ભારતીય ટીવી શોમાં એવા અનેક દ્રશ્યો હોય છે જે દર્શકોનું ધ્યાન ખેંચતા રહે છે. આવા દ્રશ્યો જે તે કલાકાર માટે પણ પડકારરૂપ હોય છે. દંગલના શો એ મેરે હમસફરમાં હીના પરમારે તાજતેરમાં આવુ જ કામ કર્યુ હતું. એક દ્રશ્યના શુટીંગમાં હીનાના દૂપટ્ટામાં સાચી આગ લગાવાઇ હતી. હીનાએ તેનું વર્ણન કરતાં કહ્યું હતું કે નિર્દેશકે મને સચેત રહેવા કહ્યું હતું. પળવારમાં જ આગ આગળ વધીને મારા સુધી પહોંચી શકે તેમ હોવાનું મને કહેવાયું હતું. નિર્દેશકના કહેવા મુજબ આ સીન ખુબ જ ડરામણો હતો. કારણ કે ગમે ત્યારે કંઇપણ થઇ શકે તેમ હતુ.

હીનાએ આગળ કહ્યું હતું કે આમ તો અત્યાર સુધી અનેક દ્રશ્યોમાં વીએફએકસનો ઉપયોગ ખુબ થયો છે. પરંતુ આગના દ્રશ્યમાં સાચી આગ સાથે શુટીંગ કરવામાં આવ્યું હતું. પણ સમગ્ર ટીમની મહેનતથી કંઇપણ જોખમ ઉભુ થયું નહોતું અને સીન ફિલ્માવાઇ ગયો હતો. હીનાએ પહેલી જ વખત આગવાળુ દ્રશ્ય ભજવ્યું છે. સેટ પર આગ સામે રક્ષણ આપતા તમામ સાધનો પણ હતાં.

(4:05 pm IST)