Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વ્યકિત પોતાના કાર્યથી મહાન બને છેઃ સ્નેહલત્તા

સોની ટીવી પર નવો શો 'પુણ્યશ્લોક અહલ્યાબાઇ' શરૂ થઇ ગયો છે. અહિલ્યાબાઇ હોલકર માળવા સામ્રાજ્યની મુખ્ય મહિલા શાસક હતી અને તેણે ભારતીય ઇતિહાસની સોૈથી કુશળ મહિલા શાસકો પૈકીની એક ગણવામાં આવે છે. પુણ્યશ્લોક અહિલ્યાબાઇ એક મહાન મહિલાની સફરની કહાની છે, જેમને તેના સસરા મલ્હાર રાવ હોલકરના બિનશરતી અને અટલ સમર્થન સાથે પુરૂષવાદી સમાજના રૂઢીવાદી નિયમોનો સામનો કરવો પડે છે. અહિલ્યાબાઇએ સાબિત કર્યુ હતું કોઇ કોઇપણ વ્યકિત પુરૂષ છે કે સ્ત્રી છે એનાથી નહિ પણ પોતાના કર્મોથી મહાન બને છે. શોમાં મલ્હાર રાવ હોલકરની પત્નિ અને અહિલ્યાબાઇના સાસુ ગોૈતમાબાઇનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી સ્નેહલત્તા વસઇકરે કહ્યું હતું કે ટીવીના પ્રતિષ્ઠીત મંચ અને ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ સાથે કામ કરીને અત્યંત ખુશ છું. મેં અગાઉ છત્રપતિ શિવાજીના બીજી પત્નિનો રોલ નિભાવ્યો હતો. જે એક રાજમાતાનું પાત્ર હતું. ગોૈતમાબાઇનું પાત્ર મને મારી અભિનય ક્ષમતા દેખાડવાની તક આપશે.

(10:23 am IST)