Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

'એક વિલેન-2'માં નજરે પડશે જોન-આદિત્ય : ફિલ્મની કહાની હશે અલગ અંદાજમાં

મુંબઈ: બોલિવૂડ ડિરેક્ટર મોહિત સુરી માચો મેન જોન અબ્રાહમ અને આદિત્ય રોય કપુર સાથે 'એક વિલન -2' બનાવી શકે છે. મોહિતે સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર સાથે સુપરહિટ ફિલ્મ ‘એક વિલન’ બનાવી હતી.ફિલ્મ સારી પસંદ આવી હતી. હવે તે ફિલ્મનો ભાગ 2 એક વિલન -2 બનાવવાની તૈયારી કરી રહ્યો છે અને તેમાં જોન અને આદિત્ય મુખ્ય ભૂમિકામાં છે.કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ અગાઉની ફિલ્મની સિક્વલ નહીં પણ એક સંપૂર્ણ નવી સ્ટોરી હશે અને આદિત્ય અને જ્હોનનાં પાત્રો એક બીજાની વિરુદ્ધ જોવા મળશે. તે એક તીવ્ર લવ સ્ટોરી હશે અને માટે ટોચની નાયિકા કાસ્ટ કરવામાં આવશે.

(5:27 pm IST)