Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અક્ષય કુમારનો ચહેરો દરરોજ ૧૭ કલાક જોવા મળ્યોઃ ટીવી એડમાં બોલીવુડનો દબદબો

૩૦ બ્રાન્ડ છે અક્ષયના નામેઃ પછી ધોની - કોહલી - રણવીર સિંઘ

મુંબઇઃ વર્ષ ૨૦૧૯માં ટીવી પર આવેલી જાહેરાતોમાંથી ૨૪ ટકા જાહેરાતોમાં સેલિબ્રેટી ચમકયા હતા જે દર્શાવે છે કે , ભારતીયોમાં બોલીવુડ પ્રત્યે અપાર પ્રેમ છે તેમજ સ્પોર્ટસ પર્સનાલિટીઝ (ખાસ કરીને ક્રિકેટર) પણ લોકોને આકર્ષે છે.

જાન્યુઆરી - નવેમ્બર ૨૦૧૯ દરમિયાન  ટીવી પર સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અંગે ટીએમએમ મીડીયા  રીસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલા રીપોર્ટ પ્રામણે  સેલિબ્રિટઠીને ચમકાવતી જાહેરાતોમાં સૌથી વધુ ૮૨ ટકા  હીસ્સો બોલીવુડ સ્ટાર્સને ચમકાવતી જાહેરાતનો હતો. અને ૮૨ ટકા હીસ્સામાં ૪૨ હિસ્સો  મહીલાઓનો જ્યારે ૪૦ ટકા હીસ્સો પુરુષ એકટરનો હતો. આની સરખામણીએ  સ્પોર્ટસ એથ્લેટનો હિસ્સો માત્ર ૧૩ ટકા હતો. આ રીપોર્ટસમાંથી  જાણવા મળેલી સૌથી રસપ્રદ વાત એ છે કે કેટલીક સેલિબ્રિેટીને વધારે પડતુ એકસપોઝર મળ્યુ હતુ. જેમ કે અક્ષયકુમારનો ચહેરો દરરોજ ૧૭ કલાક  જોવા મળ્યો હતો.  ૨૧ કેટેગરીમાં કુલ ૩૦ બ્રાન્ડની  જાહેરાતોમાં  અક્ષયકુમારનો ચહેરો ચમકયો હતો.

ત્યાર  બાદ ધોની સિંઘ (૪૪ બ્રાન્ડ), વિરાટ કોહલી (૪૩ બ્રાન્ડ) અને રણવિર સિંઘ (૩૫ બ્રાન્ડસ)નો સમાવેશ થાય છે. આ ચારેય સેલિબ્રીટી દરરોજ ૧૨ કલાક જોવા મળ્યા હતા. અને કુલ એડ વલલ્યુમમાં તેમનો હિસ્સો  ૪ ટકા હતો. મીડીયા નિષ્ણાંતો માને છે કે  વધારે પડતી વિઝિબિલીટીને કારણે બ્રાન્ડ રિકોલ પર નેગેટીવ અસર પડવાની સંભાવના  રહે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ  ઓફ હ્યુમન બ્રાન્ડસના ચીફ મેન્ટર સંદીપ ગોયલ કહે છે કે 'ટીએએમનો  રીપોર્ટ એવી બ્રાન્ડસ માટે ખતરાની ઘંટી સમાન છે જેઓ સેલિબ્રિટીને લઇને જાહેરાતો  કરવામાં માને છે. જો કે વિરાટ કોહલીને લઇને કુલ ૪૩ બ્રાન્ડસે ૨૦૧૯માં જાહેરાતો  કરી હતી. આમ આવી બ્રાન્ડસને નોટિસ કરવાની શકયતા  લગભગ ઝીરો  થઇ જાય છે.  ' એડવર્ટાઇઝિંગ  ઉદ્યોગના  અગ્રણી ગોયલે ઉમેર્યુ હતુ કે  'કઇ સેલિબ્રિટી વધારે પડતી ચમકી રહી છે તે આ રીપોર્ટસ પરથી સ્પષ્ટ થાય છે. અને આથી તેની સાથે સંકળાયેલી બ્રાન્ડસને  ફાયદો થવાની જગ્યાએ નુકશાન જવાનો ભય છે. '

ટીવી પર ગયા વર્ષે જોવા મળેલી  અન્ય અગ્રણી  સેલિબ્રીટીમાં દિપીકા પદુકોણે (૧૧ કલાક, ૨૩ બ્રાન્ડસ) આલિયા ભટ્ટ (૯ કલાક ૩૦ બ્રા્ન્ડ), અને અમિતાભ બચ્ચન (૯કલાક ,૪૦ બ્રાન્ડ )નો સમાવેશ થાય છે.

ટીએએમ નો રિપોર્ટ એવુ પણ દર્શાવે છે કે ૨૦૧૯માં સેલિબ્રિટી એડ વોલ્યુમમાં ૨૦૧૫ની સરખામણી એ ૫૦ ટકા વધારો થયો હતો.  દિવાળીના તહેવારો  દરમિયાન  અને આઇપીએલ  વખતે  કંપનીઓએ સેલિબ્રિટીને ચમકાવતી  જાહેરાતો પાછળ ખર્ચમાં વધારો કર્યો છે.

સેકટરની  વાત કરીએ તો  ૨૦૧૯માં ટીવી પર આવેલી લગભગ ૫૦ ટકા જાહેરાતો માત્ર ત્રણ સેગમેન્ટની હતી. જેમા પર્સનલ કેર / પર્સનલ હાઇજિન , એફ એન્ડ બી અને હેર કેર સમાવેશ થાય છે. પર્સનલ કેર કેટેગરીમાં મહિલા  સેલિબ્રિટીનો દબદબો હતો જ્યારે એફ એન્ડ બી  કેટેગરીની જાહેરાતોમાં પુરુષ સેલિબ્રિટીનો દબદબો હતો.  જો કે ફુટવેર એક એવી કેટેગરી હતી જેની જાહેરાતોમાં સૌથી વધુ ૨૮ સેલિબ્રીટી ચમકયા હતા. ત્યાર બાદ ગવમેન્ટ કેટેગરીની જાહેરાતોમાં ૨૦ અને ઈ-કોમર્સ , મીડીયા તથા સોશ્યિલ મીડીયાની જાહેરાતોમાં ૨૦ સેલિબ્રિટી ચમકયા હતા.

અક્ષય સૌથી વધુ વિઝિબલ જ્યારે ધોની પાસે સૌથી વધુ બ્રાન્ડસ

સેલિબ્રિટી

વિઝિબિલિટી

બ્રાન્ડસ

અક્ષય કુમાર

૧૭

૩૦

એમ.એસ.ધોની

૧૨

૪૪

વિરાટ કોહલી

૧૨

૪૩

રણવિર સિંઘ

૧૨

૩૫

દીપિકા પદુકોણ

૧૧

૨૩

આલિયા ભટ્ટ

૩૦

અમિતાભ બચ્ચન

૪૦

(11:29 am IST)