Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

રણવીર સિંહે ફીમાં કર્યો મબલખ વધારો..

મુંબઇ:  છેલ્લાં બે ત્રણ વર્ષથી સતત હિટ ફિલ્મો આપી રહેલા અને એને કારણે ટોચના ગણાતા થયેલા અભિનેતા રણવીર સિંઘે પોતાની ફીમાં મબલખ વધારો કર્યો છે એવી માહિતી મળી હતી.સંજય લીલા ભણસાલી સાથે રામલીલા ગોલિયોં કી રાસલીલા કર્યા બાદ એણે બાજીરાવ મસ્તાની અને એ પછી પદ્માવત ફિલ્મમાં ખૂંખાર અલ્લાઉદ્દીન ખીલજીનો રોલ કરીને પોતાની પ્રતિભાનો જીવંત પુરાવો આપી દીધો હતો. તાજેતરમાં રજૂ થયેલી એની કરણ જોહર અને રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મે પણ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી દીધી. આ ફિલ્મમાં એણે ભ્રષ્ટ અને તરંગી મિજાજના પોલીસ અધિકારીનો રોલ કર્યો છે.૨૦૧૮ના નવેંબરમાં એણે પોતાની ગર્લફ્રેન્ડ, સહકલાકાર અને મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યાં હતાં અને હવે બંને એક થતાં એમની એન્ડોર્સમેન્ટની જોઇન્ટ ફી પણ જેવી તેવી કંપનીને પોષાય નહીં એવી થઇ ચૂકી છે. રણવીરની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ હવે રણવીર સિંઘની ફી બીજા મોટા ભાગના કલાકારો કરતાં વધી ગઇ છે અને વરુણ ધવન કરતાં પણ એણે પોતાની ફી વધારી નાખી છે. હજુ તો રણવીરની ઝોયા અખ્તરે બનાવેલી ફિલ્મ ગલી બૉય  રજૂ થવાની બાકી છે. બોલિવૂડના જાણકાર સૂત્રો કહે છે કે ગલી બૉય રજૂ થયા પછી રણવીર ખાન કલાકારોનું સ્થાન આંચકી લે તો નવાઇ નહીં.

(6:11 pm IST)