Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કોમેડી ફિલ્મ મિડનાઇટ વિથ મેનકા ૭મીએ રિલીઝ કરાશે

કોકોનેટ મોશન પિકચર્સ નવા વિષયને રજૂ કરશે : ફિલ્મ મિડનાઇટ વિથ મેનકાની સ્ટારકાસ્ટ અમદાવાદમાં

અમદાવાદ,તા.૬: ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસના પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા સાથે મિડનાઇટ વીથ મેનકાના ગુજરાતી કલાકારોએ આજે અમદાવાદની મુલાકાત લીધી હતી.હમીર અને બેસ્ટ ઓફ લક લાલુજેવી સફળ ફિલ્મો પછીછેલ્લા દશકાથી ગુજરાતી ફિલ્મોમાંવધેલી લોકપ્રિયતામાં દરેક વખતે ફિલ્મમાં કંઈક નવું આપવાના પ્રયત્નોથી એક નવો વળાંક લાવવામાં આવ્યો છે. આ વખતે કોકોનટ મોશન પિક્ચર્સે એક નવા વિષયને લઈને જેને વાસ્તવિક સ્ટારની નકલી બાયોપિક તરીકે ઓળખવામાં આવે છે તેવીમીડનાઈટવીથ મેનકા ગુજરાતી કોમેડી ફિલ્મ આવતીકાલે તા.૭મી ડિસેમ્બરનાંરોજ એક સાથે અમદાવાદ સહીત ગુજરાતના સિનેમાઘરોમાં રજુ થવા જઈરહી છે. ફિલ્મના પ્રમોશનને લઇ તેની સ્ટારકાસ્ટ આજે અમદાવાદની મુલાકાતે આવી હતી. ફિલ્મના હીરો મલ્હાર ઠાકર અને હીરોઇન ઇશા કંસારાએ નવા વિષય સાથે આવી રહેલી આ ફિલ્મ દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે અને ફિલ્મ સફળ થશે તેવી આશા વ્યકત કરી હતી. છેલ્લા એક દશકથી ગુજરાતી ફિલ્મોમાં વધી રહેલી લોકપ્રિયતામાં વધારો કરવાના ઉદેશ્યથી કોકોનટ મોશન પિક્ચર્સેની વધુ એક ગુજરાતી કોમેડી ફિલ્મ મીડનાઈટવીથ મેનકા ગુજરાતીઓના લોકચાહિતા કલાકારો સાથે આવતીકાલે તા.૭મી ડિેસેમ્બરથી રાજ્યભરના સિનેમાઘરોમાં રજૂ થશે. આજે અમદાવાદ ખાતે ફિલ્મ પ્રોડ્યૂસર રશ્મિન મજીઠીયા તેમજ તેમની ટીમના ગુજરાતી ફિલ્મોના પ્રતિભાશાળી કલાકારો જેમ કેમલ્હાર ઠાકર તેમજ ઈશા કંસારા સાથે હાર્દિક સંઘાણી અનેવિનિતા મહેશ (જોશી) એક સાથે ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે મીડિયા સાથે જોડાયા હતા. જયારે તેઓ ફિલ્મમાં અભિનય કરતા જોવા મળશે ત્યારે ચોક્કસપણે યુવાન પેઢીને પ્રભાવિત કરશે. સાથે સાથેસુપરસ્ટારના જીવનની અંદર હાસ્યજનક અને રોમાંચક અપ્સ અને ડાઉન્સથી ભરેલા જીવનમાં એક ઉત્સાહિત મુસાફરી દર્શકોને કરાવશે એવો આશાવાદ કલાકારોએ વ્યકત કર્યો હતો. વિનયશાહ દ્વારા દિગ્દર્શિત અને મ્યુઝિક ડાયરેક્ટર અમ્બ્રેશ શ્રોફ દ્વારા કમ્પોઝ કરાયેલ  આય એમ ધ સુપરસ્ટાર જેવા સંગીતમય ગીતો શ્રોતાઓને તેમજ પ્રક્ષકોને પસંદ પડશે. કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ રશ્મિન મજીઠીયા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલ આ ફિલ્મનું શૂટિંગ હંમેશા હાસ્ય, રમૂજ, આનંદ તેમજ મજા સાથે ૯ મહિનાના અથાગ પ્રયત્નો થકી બોલીવુડના ટેક્નિશિયનોની જહેમતથી મોટા બજેટની તૈયાર થયેલીફિલ્મ છે.

આ ફિલ્મ મીડનાઈટવીથ મેનકા પહેલા જ દિવસે ગુજરાતભરનાલગભગ ૫૦૦ જેટલા સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. જીવનમાં આવતા પરિવર્તનનું આંકલન બાખૂબીપૂર્વક આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથીજ આ ફિલ્મસંપૂર્ણ ફેમેલી ફિલ્મ તથા મનોરંજન આપનાર બની રહેશે.

(10:21 pm IST)
  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં SOG પોલીસનો દરોડો :રૂ. 2.77લાખનો મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાયા access_time 2:39 pm IST

  • ફોબર્સની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય :ટેલર સ્વીફ્ટ સૌથી યુવા અને રાણી એલિઝાબેથ સૌથી વૃદ્ધ મહિલા : ટોચના સ્થાને જર્મનીની ચાન્સલર એંજલા મર્કલ યથાવત : 51માં ક્રમે રોશની નાદર મલ્હોત્રા,ત્યારબાદ કિરણ મજમુદાર 60માં સ્થાને :88માં ક્રમે શોભના ભરતીયા :અને પ્રિયંકા ચોપડાનું 94માં સ્થાને access_time 1:25 am IST