Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સિમ્બાનું પહેલું ગીત 'લડકી આંખ મારે' થયું રિલીઝ: ડાન્સમાં રણવીરને માત આપી રહી છે સારા

મુંબઈ: બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને સારા અલી ખાનની આગામી ફિલ્મ સિમ્બાનું પહેલું ગીત લડકી આંખ મારે રિલીઝ થયું છે આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીતમાં રણવીર સિંહને ડાન્સમાં માત આપી રહી છે સારા અલી  ખાન. આ ગીત જૂનું ગીતનું રીમેક છે. નવા ગીતમાં મિકા સિંહ અને નેહા કક્કડનો અવાજ સાથે જુના ગીતમાં કુમાર સાનુ નો આવાજ પણ સાંભળવા મળે છે. આ ફિલ્મ 28 ડિસેંબરના રિલીઝ થવાની છે.

 

(4:24 pm IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • દિલ્હી મેટ્રોની બ્લુ લાઇનનું સિગ્નલ ફેઈલ :હજારો મુસાફરો પરેશાન :ટ્રેનો કલાકો સુધી સ્ટેશન પર થોભી : એક બીજા સ્ટેશન જવા માટે પણ ટ્રેનોને 15 થી 20 મિનિટનો સમય લાગે છે : નિયંત્રણ કેન્દ્રોનો સંપર્ક તૂટતા સમગ્ર બ્લુ લાઈન ટ્રેનો પ્રભાવિત : ગાઝિયાબાદ અને નોઈડાને વેસ્ટ દિલ્હીના દ્વારકાથી જોડનારી લાઈનમાં પેહલા કકરોલબાગ અને દ્વારકા સેક્શન વચ્ચે અને પછી સમગ્ર લાઈનમાં સિગ્નલ ફેઈલ થયું access_time 1:16 am IST

  • કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર અતૂટ :ભાજપ નેતાઓ પહેલા જ દિવસથી સરકાર તોડવાની વેતરણમાં : કુમારસ્વામીએ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના દાવાને ફગાવ્યો : કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ છેલ્લા છ મહિનાથી સરકાર ગબડશે તેવી કાગારોળ મચાવે છે : પરંતુ તેની કર્ણાટક સરકાર પર કોઈ અસર પડશે નહીં access_time 1:14 am IST