Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઈશા અંબાણીના લગ્નમાં પરફોર્મ કરશે હોલીવુડ સિંગર ટેલર સ્વીફ્ટ

મુંબઈ:ગ્લેમર ઈંડસ્ટ્રીમાં લગ્નની સિઝન ચાલી રહી છે પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ હવે દેશના સૌથી અમીર અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઈશાના લગ્નમાં દેશ-વિદેશ માંથી મશહુર કલાકારો ભારત આવશે. સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે તેમાં હોલીવુડની જાણીતી સિંગર ટેલર સ્વિફ્ટ ભારત આવશે.જણાવી દઈએ કે 28 વર્ષિય ટેલર સ્વિફ્ટ 320 મિલિયન ડોલરની માલકીન છે. તે સાથે ટેલરે ફોબ્સની દુનિયામાં સૌથી મશહુર મહિલાઓમાં પોતાની જગ્યા બનાવી છે. તો બીજી બાજું ઈશા અંબાણીનાં લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ જોડે થશે.

 

(4:26 pm IST)