Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ગોવામાં શરૂ થશે 'ફોન ભૂત'નું શુટીંગ

કેટરીના કૈફ, ઇશાન ખટ્ટર અને સિધ્ધાંત ચતુર્વેદી આગામી ફિલ્મને કારણે ચર્ચામાં છે. 'ફોન ભૂત' નામની ફિલ્મમાં આ ત્રણેય સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું પ્રારંભીક શુટીંગ આ મહિનામાં ગોવામાં શરૂ થશે. સ્ધ્ધિાંત તો અત્યારથી જ ગોવામાં છે. હવે પછી કેટરીના અને ઇશાન પણ ત્યાં પહોંચશે. સિધ્ધાંત જો કે ગોવામાં હાલમાં શકુન બત્રાની એક ફિલ્મનું શુટીંગ કરી રહ્યો છે. કેટરીના પોતાના પરિવારને મળવા યુકે ગઇ હતી. ત્યાંથી આવીને તે સીધી ગોવા પહોંચશે. ફોન ભૂતના અમુક દ્રશ્યોનું શુટીંગ ગોવામાં થશે. એ પછીના શેડ્યુલમાં મુંબઇમાં કામ કરવામાં આવશે. ફોન ભૂતનું નિર્દેશન ગુરમિત સિંઘ કરી રહ્યા છે. તેણે કહ્યું હતું કે તે આ ફિલ્મ સાથે જોડાઇને ખુબ જ રોમાંચીત છે. કોરોનાને કારણે કામ ખોરંભે ચડી ગયું હતું. પણ હવે ગતિ પકડશે. કેટરીના રોહિત શેટ્ટીની સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ઉપરાંત અલી અબ્બાસ જફરની સુપરહીરો સિરીઝમાં પણ તે છે.

(9:45 am IST)