Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હોરર કોમેડીમાં વરૂણનો અલગ અંદાજઃ સાથે ક્રિતી સેનન

જાણીતા નિર્દેશક અમર કોૈશિક વધુ એક વખત હોરર કોમેડી લાવી રહ્યા છે. બે વર્ષ પહેલા સ્ત્રી નામની ફિલ્મથી દર્શકોનું મનોરંજન કરી ચુકેલા અમરની આ વખતની ફિલ્મનું નામ ભેડિયા છે. જેમાં વરૂણ ધવન અને ક્રિતી સેનનની જોડી વધુ એક વાર સાથે કામ કરશે. આ બંને અગાઉ શાહરૂખ-કાજોલ સાથેની દિલવાલેમાં સાથે દેખાઇ ચુકયા છે. બંનેની જોડી દર્શકોને ગમી હતી. વરૂણ આ ફિલ્મમાં અલગ જ અંદાજમાં જોવા મળવાનો છે. ફિલ્મનું નિર્માણ દિનેશ વિજાન કરી રહ્યા છે. નિરેન ભટ્ટે આ ફિલ્મની કહાની લખી છે. જાન્યુઆરી-૨૦૨૧માં ફિલ્મનું શુટીંગ શરૂ થશે. દિલવાલે પછી વરૂણ અને ક્રિતી પાંચ વર્ષ પછી ફરી સાથે કામ કરશે. વરૂણની કૂલી નંબર-૧ની રિમેક પણ રિલીઝ માટે તૈયાર છે. ક્રિતીની અક્ષય કુમાર સાથેની ફિલ્મ બચ્ચન પાંડેનું શુટીંગ પણ શરૂ થવામાં છે. આ ઉપરાંત મીમી નામની પણ એક ફિલ્મ તેના હાથમાં છે.

 

(9:44 am IST)