Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પૃથ્વી થિયેટરની 40મી જયંતિ ધામધૂમથી ઉજવાઈ

મુંબઈ:મુંબઇમાં પ્રયોગશીલ રંગભૂમિ માટે આશીર્વાદ સમાન પૃથ્વી થિયેટરની સ્થાપનાની ચાલીસમી જયંતી તાજેતરમાં બોલિવૂડના મોખરાના કલાકારોની હાજરીમાં ઉજવાઇ હતી.આ પ્રસંગે નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, દિવ્યા દત્તા, ફિલ્મ સર્જક ઇમ્તિયાઝ અલી અને અન્ય સેલેબ્રિટિઝ હાજર હતી.આ થિયેટરની સ્થાપના શશી કપૂર અને એમની અભિનેત્રી પત્ની જેનિફરે ૧૯૭૮માં કરી હતી અને આ થિયેટરને શશીએ પોતાના પિતા પીઢ અભિનેતા પૃથ્વીરાજ કપૂરનું નામ આપ્યું હતું. ત્યારથી આ થિયેટર  પ્રયોગશીલ નાટકો માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે. શશી કપૂરની હયાતીમાંજ એમની પુત્રી અભિનેત્રી સંજના કપૂરે આ થિયેટરનો વહીવટ સંભાળી લીધો હતો. અત્યારે સંજના આ થિયેટર સંભાળે છે.શશી કપૂરના પુત્ર અભિનેતા કમ સફળ મોડેલ કુણાલ કપૂરે હાજર રહેલી સેલેબ્રિટીઝને ક્લીક કરી હતી એમ એક અહેવાલમાં જણાવાયું હતું.

(5:15 pm IST)