Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સલમાન ખાને કેન્સર સામે લડી રહેલા બાળકોની મુલાકાત લીધી

સલમાન ખાનનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે જેમાં તે હોસ્પિટલના એક બાળક સાથે સમય પસાર કરતો દેખાઇ રહયો છે. આ વિડિયો પરેલમાં આવેલા તાતા મેમોરિયલ હોસ્પિટલનો કહેવામાં આવી રહ્યો છે. સલમાન જે બાળક સાથે વાત કરી રહ્યો છે તે કેન્સરપીડિત છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર સલમાન ખાનના એક ફેન-પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો શેર કરતાં લખવામાં આવ્યું હતું કે ગોવિંદાએ સલમાનને વિનંતી કરી હતી કે તેની પત્ની સુનીતાના ભત્રીજાની તે મુલાકાત લે જે કેન્સર સામે લડી રહ્યો છે. સલમાને તેની તો મુલાકાત લીધી જ હતી, પરંતુ સાથે અન્ય બાળકોની પણ મુલાકાત લીધી હતી.(૧.૩)

(3:25 pm IST)