Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ફરીથી જબરદસ્ત આઇટમ સોંગમાં જોવા મળશે કેટરીના કૈફ

આનંદ એલ. રાયની ફિલ્મ 'ઝીરો'ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન આ ફિલ્મમાં ઠીંગણાનો રોલ નિભાવી રહ્યો છે. તેની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય હિરોઇન છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ વખાણાયું હતું. ફિલ્મમાં શાહરૂખે બઉઆસિંહ નામના ઠીંગણા વ્યકિતનો રોલ નિભાવ્યો છે. કેટરીના અને અનુષ્કા નાસાની વૈજ્ઞાનિકના રોલમાં છે. આ ફિલ્મનું નામ પહેલા તો 'કટરીના મેરી જાન' એવું રખાયું હતું. જો કે એ પછી ઝીરો નામ ફાઇનલ કરાયું હતું. કેટરીના આ ફિલ્મમાં ખુબ મહત્વના રોલમાં છે. એક જબરદસ્ત આઇટમ સોંગ પણ કેટરીના ઉપર ફિલ્માવાયું છે. કેટરીના અગાઉ પણ જુદી-જુદી ફિલ્મમાં સુપરહિટ આઇટમ સોંગ આપી ચુકી છે. ૨૧મી ડિસેમ્બરે ઝીરો રિલીઝ થશે.

(9:16 am IST)