Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

ફિલ્મો સમયનું પ્રતિનિધિત્વ કરે તે જરૂરીઃ નસિરૂદ્દીન

પીઢ અભિનેતા નસિરૂદ્દીન શાહ કહે છે ફિલ્મો તેના સમયની ઓળખ હોય છે. તે કહે છે કોઇ ૨૦૧૮ના વર્ષને જુએ તો માત્ર સલમાન ખાનની ફિલ્મો જ દેખાય એવું બની ન રહે તે જરૂરી છે. એ વેન્સડે જેવી ફિલ્મના દિગ્ગજ એકટર નસિરૂદ્દીન કહે છે ફિલ્મો બાબતે હું ખુબ જવાબદાર રહુ છું. મને એવું લાગે છે ફિલ્મો સમાજમાં કોઇ બદલાવ લાવી શકતી નથી, કે કોઇ ક્રાંતિ પણ ફિલ્મ થકી થઇ શકતી નથી. શિક્ષણનું માધ્યમ પણ ફિલ્મો બની શકતી નથી. ડોકયુમેન્ટ્રી કોઇને સમજાવવા માટે કામ આવી શકે છે, મોટી ફિલ્મો આ માટે ઉપયોગી નથી. શાહ કહે છે હું એવી ફિલ્મો કરવા ઇચ્છું છું જે પોતાના સમયનું પ્રતિનિધિત્વ કરતી હોય. આવી ફિલ્મોને કદાચ બસ્સો વર્ષ પછી જોવામાં આવે તો પણ બધાને ગમે છે. નસિરૂદ્દીન શાહે અનેક શોર્ટ ફિલ્મો પણ કરી છે.

(9:15 am IST)