Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પરિણીતીએ 'ગર્લ ઓન ધ ટ્રેન'ની શૂટિંગ કરી શરૂ

મુંબઈ: અભિનેત્રી પરિણીતી ચોપડાની ફિલ્મ જબરીયા જોડી બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ છે. હવે એવા અહેવાલ છે કે પરિણીતીએ તેની આગામી ફિલ્મ ગર્લ ઓન   ટ્રેનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના શૂટિંગની શરૂઆત સાથે નિર્માતાઓએ તેને સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી દીધી છે. પરિણીતી ચોપડાની ફિલ્મ 'ગર્લ ઓન ટ્રેન ફિલ્મની રિમેક છે. ફિલ્મમાં અભિનેત્રી ખૂબ અલગ પાત્રમાં જોવા મળી છે. ફિલ્મમાં પરિણીતી ચોપડાનું પાત્ર આલ્કોહોલિક મહિલાનું હશે. પરિણીતી ચોપડા હાલમાં ફિલ્મના શૂટિંગ માટે યુકેમાં છે.

(5:24 pm IST)