Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

પોપ્યુલર શો ''રોડીઝ 'ફેઈમ રઘુરામે છૂટાછેડાના છ મહિના બાદ સિંગર નતાશા સાથે કરી સગાઇ

બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા :ટોરેંટોમાં સગાઇ વેળાએ નજીકના સગાસંબંધીઓ-મિત્રો રહ્યા હાજર

 

મુંબઈ :એમટીવીના પોપ્યુલર શોરોડીઝના જજ રહી ચૂકેલા રઘુરામે જાન્યુઆરીમાં પત્ની સુગંધા ગર્ગ સાથે છૂટાછેડા લીધાના 6 મહિના બાદ રઘુરામે સિંગર નતાશા સાથે સગાઈ કરી લીધી છે 

   ટોરંટોમાં થયેલી સગાઈમાં રઘુરામના નજીકના સગાસંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા. જેમાં ટેલિવિઝન એક્ટર કરણવીર પોતાની પત્ની સાથ પહોંચ્યો હતો.

  રોડીઝ ફેમ રઘુએ કેનેડિયન સિંગર નતાલી ડિ લુસિયો સાથે સગાઈ કરી હતી, બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર રઘુએ નતાલી સાથે કેટલાક ફોટોગ્રાફ શેર કર્યા હતા. જેની કેપ્શનમાં તેણે આઈ લવ યૂ લખ્યું હતું.

    નતાલીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની લાગણી રજૂ કરી હતી. બંનેના રિલેશનને એક વર્ષ થઈ ગયું છે. 1 વર્ષની રિલેશનશિપની એનિવર્સરી મનાવતા બંનેએ પહેલી વખત ફેન્સને પોતાના સંબંધ વિશેની માહિતી આપી હતી.

  નતાલીએ ફિલ્મ ઈંગ્લિશ-વિંગ્લિશ, ચેન્નઈ એક્સપ્રેસ, લેડીઝvsરિકી બહલ જેવી ફિલ્મોમાં ગીત ગાયા છે.

  નતાલી અને રઘુરામ 2016માં સોન્ગઆંખો હી આંખો મે..’ દરમિયાન નજીક આવ્યા હતા. ત્યારથી તેઓ એક બીજાને પસંદ કરતા હતા.નતાલી રઘુરામ પહેલા ટીવી એક્ટર એઝાઝ ખાનને 4 વર્ષ સુધી ડેટ કરી ચૂકી છે.

   રઘુએ પહેલા લગ્ન સુગંધા ગર્ગ સાથે કર્યા હતા. સુગંધાએજાને તૂ યા જાને નાઅનેતેરે બિન લાદેનજેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 10 વર્ષના સંબંધ બાદ બંને એકબીજાની સહમતીથી અલગ થઈ ગયા હતા

(9:42 pm IST)