Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

રવિન્દ્ર જાડેજાને પોતાની બોયોફિલ્મમાં ઇમરાન હાશમી તેની ભુમિકા કરે તેવી ઈચ્છા

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની બોયોફિલ્મને લઈ ઈચ્છા વ્યક્ત કરી છે. રવિન્દ્ર જાડેજા કહ્યુ કે જો ક્યારેક મારી બોયોપિક બને તો હું ઇચ્છીશ કે તેમાં ઇમરાન હાશ્મી કામ કરે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઈમરાન હાશ્મી ક્રિકેટર અઝહરૂદ્દીન બાયોપિકમાં કામ કરી ચૂક્યો છે. હવે તે બિલાલ સિદ્દીકીની નોવેલ પર આધારિત વેબ સિરીઝ 'ધ બર્ડ ઓફ બ્લડ'માં જોવા મળશે.

(8:06 pm IST)