Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

'રાજા બાબૂ'નાં સુપર હિટ સોન્ગ પર ગોવિંદાએ કર્યો માધુરી દીક્ષિત સાથે અદભુત ડાન્સ :જુઓ વિડિઓ

ફિલ્મના 25 વર્ષ બાદ રાજબાબુએ સુપરહિટ સોન્ગ 'અ.. આ.. ઇ.. ઉ.. ઊ..ઊ...ના ડાન્સમાં માધુરી સાથે જુગલબંધી કરી

મુંબઈ :બોલીવુડના ડાન્સિંગ સ્ટાર તરીકે જાણીતા ગોવિંદાની વર્ષ 1994માં આવેલી સુપરહિટ ફિલ્મ 'રાજા બાબૂ' ના સુપરહિટ સોન્ગ અને તેમાં ગોવિંદાનો ડાન્સ પણ ખુબ વખણાયા હતા આ  ફિલ્મનાં સુપરહિટ સોન્ગ 'અ.. આ.. ઇ.. ઉ.. ઊ..ઊ...' ખુબ જ લોકપ્રિય થયું હતું આ સોન્ગ પર 25 વર્ષ બાદ હાલમાં જ ગોવિંદાએ ડાન્સ કર્યો હતો. જોકે આ વખતે તેણે કરિશ્મા કપૂર સાથે નહીં પણ માધુરી દીક્ષિત સાથે ડાન્સ કર્યો હતો

 ગોવિંદા અને માધુરીની જોડી આપણે ઘણી ફિલ્મોમાં જોઇ છે. તેમાં પણ બડે મિયાં છોટે મિયામાં ખાસ.. પણ વર્ષો બાદ આ બંનેને આ રીતે ડાન્સ કરતાં જોઇને જુની યાદો તાજા થઇ ગઇ. બંનેનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો ગોવિંદા-માધુરીનાં ફેન પેજ પર સૌથી પહેલાં શેર કરવામાં આવ્યો હતો. જોત જોતામાં આ વીડિયો વાયરરલ થઇ ગયો છે

(10:09 pm IST)