Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

‘જનહિત મેં જારી' ફિલ્‍મને લઇ અભિનેત્રી નુસરત ટ્રોલ થઇઃ ફિલ્‍મમાં નુસરતે ભજવેલી કોન્‍ડોમ સેલ્‍સગર્લમાં રોલની દર્શકોએ ખિલ્લી ઉડાડી

યુઝર્સે કહ્યુઃ આ ડી ગ્રેડ ફિલ્‍મ છે, કોઇએ કહ્યુઃ ફિલ્‍મની કહાની રિયલ નથી કારણ કે કોઇપણ છોકરી કોન્‍ડોમ વેંચતી નથી, તો કોઇએ ફિલ્‍મને હિટ ગણાવી

મુંબઇઃ નુસરત ભરૂચાની આગામી તા.10 જુનના રોજ ‘જનહિત મેં જારી' ફિલ્‍મ રિલીઝ થવાની છે. જેને લઇ સોશ્‍યલ મીડિયા પર ઘણી જગ્‍યાએ નુસરતનો સપોર્ટ મળ્‍યો છે તો ઘણી જગ્‍યાએ તે ટ્રોલ પણ થઇ છે. જેમાં અમુક યુઝર્સે કહ્યુ કે, ફિલ્‍મની કહાની રિયલ નથી, કોઇપણ છોકરી કોન્‍ડોમ વહેંચતી નથી. તો કોઇએ કહ્યુઃ આ ડી ગ્રેડ ફિલ્‍મ છે. જેને લઇ નુસરતે આવી કોમેન્‍ટસનો સ્‍ક્રીનશોર્ટ લઇ અને ફરી પોસ્‍ટ કરી લખ્‍યુ હતું કે, બસ આ વિચારણા બદલવાની છે, એ તો હું કરી રહી છું.

બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચાની આગામી ફિલ્મ રિલીઝ થતાં પહેલાં ચર્ચામાં છે. આ ફિલ્મ છે 'જનહિત મેં જારી' તેમાં અભિનેત્રી કોન્ડોમ સેલ્સ ગર્લ બની છે. તે ઠેર ઠેર જઇને કોન્ડોમ વેચે છે. ફિલ્મમાં કોન્ડોમ પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મનો વિષય ખૂબ રસપ્રદ છે.

જોકે સોશિયલ મીડિયા પર ઘણા એવા લોકો છે જે નુસરતની આગામી ફિલ્મને રસપ્રદ ગણાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે ફિલ્મનો વિષય સારો છે. ફિલ્મ હિટ થઇ જશે. ફિલ્મમાં જે ડાયલોગ બોલવામાં આવ્યા છે તે એકદમ રસપ્રદ છે. જેમ કે 'ડ્રગ્સ ખરીદવામાં શરમ કરો, કોન્ડોમ ખરીદવામાં નહી, 'સ્ટોકિંગ કરવામાં શરમ કરો, કોન્ડોમ ઉપયોગ કરવામાં નહી.'

ગણાવી ભદ્દી ફિલ્મ

નુસરતે જે સ્ક્રીન શોટ શેર કર્યા છે તેમાં યૂઝર્સે લખ્યું કે આ D ગ્રેડ ફિલ્મ છે. કોઇએ કહ્યું કે ફિલ્મની કહાની રિયલ નથી કારણ કે કોઇપણ છોકરી કોન્ડોમ વેચતી નથી. નુસરત ભરૂચાએ સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે તેમાં લખ્યું છે કે 'બસ આ વિચારસણી બદલવાની છે. એ તો હું કરી રહી છું. તમે આંગળી ઉઠાવો હું અવાજ ઉઠાવીશ.'

એક્ટ્રેસ થઇ ટ્રોલ

નુસરત ભરૂચાની આગામી ફિલ્મ જનહિત મેં જારી આ વર્ષે 10 જૂનના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝરે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. લોકોએ નુસરતની પોસ્ટ પર ભદ્દી કોમેન્ટ કરી છે. ત્યારબાદ નુસરતે આ કોમેન્ટના સ્ક્રીનશોટ લઇને ફરીથી પોસ્ટ કર્યા છે.

ફિલ્મ રિલીઝ થવાની આતુરતા

સમાજમાં હજુ પણ કોન્ડોમ પર લોકો વાત નથી કરતા. આ ફિલ્મમાં આ પ્રકારની ધારણા તોડવામાં આવી છે. તેમાં તેના ઉપયોગને અને આ વાતને કરવાને ખૂબ જ નોર્મલ ગણાવી છે. હવે લોકો આ ફિલ્મન ટ્રેલર અને તેના રિલીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

(6:12 pm IST)