Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

કંગનાએ ફિલ્‍મ ધાકડ ગીતનું ટીઝર ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરતા ચાહકો ચોંકી ગયાઃ કંગનાનો બોલ્‍ડ અંદાજ ફેન્‍સને ગમ્‍યો

વિલન સાથે બંદુક લઇને ફાઇટ કરતી જોવા મળશેઃ 24મીએ રિલીઝ થશે ધાકડ

મુંબઇઃ કંગનાએ ફિલ્‍મ ધાકડનું પ્રમોશન શરૂ કર્યુ છે. જેમાં તે એકદમ બોલ્‍ડ અંદાજમાં છે. ગીતનું ટીઝર ઇન્‍સ્‍ટાગ્રામમાં શેર થતા ચાહકો ચોંકી ગયા છે. આ ફિલ્‍મમાં કંગના બંદૂક ચલાવતી વિલન સાથે ફાઇટ કરતી જોવા મળશે. 24 મેએ આ ફિલ્‍મ રિલીઝ થશે.

બોલીવુડની બોલ્ડ બાળા કંગના ફરીવાર ચાહકોને સરપ્રાઈઝ કરવા આવી ગઈ છે. કંગનાએ તેની અપકમિંગ મુવી ધાકડના પહેલા ગીતનું એક ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. કંગનાએ ફિલ્મ ધાકડનું પ્રમોશન શરૂ કરી દીધું છે અને સાથે  She's on Fire ગીતનુ ટીઝર રીલિઝ કર્યું છે. જેમાં તે બેહદ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

બોલ્ડનેસની હદો કરી પાર-

ગીતનું ટીઝર કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. ગીતમાં કંગનાને જોઈને ચાહકો ચોંકી ગયા છે.

બાદશાહનું છે ગીત-

આ ગીતમાં બાદશાહે પોતાનો અવાજ આપ્યો છે. જેમાં કંગનાની સાથે અર્જુન રામપાલ પણ જોવા મળી રહ્યા છે. ગીતમાં કંગના અનેક અવતારોમાં જોવા મળી રહી છે. ગીતનું ટીઝર શેર કરીને કંગનાએ લખ્યું છે કે, આગ એટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ તેને બુઝાવી નહીં શકે.

આ દિવસે આવે ફિલ્મ-

ધાકડ એક એક્શન થ્રિલર છે. જેમાં કંગના એક્શન અવતારમાં જોવા મળશે. કંગના બંદૂક ચલાવતી અને વિલેન સાથે ફાઈટ કરતી જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર રજનીશ ઘાઈ છે. સાથે આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે. 24મે એ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(6:10 pm IST)