Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

દરેક પડકારોનો સામનો કરી મજબૂર બની છું: રૂબીના

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી રૂબીના દિલૈક હવે ખતરાઓ સામે ખેલવાની છે. છેલ્લે રૂબીનાએ બિગ બોસ ૧૪ની ટ્રોફી જીતી હતી. ટીવી પરદાના જાણીતા શો ખતરો કે ખિલાડીની ૧૨મી સિઝન આવી રહી છે. જેમાં બીજા સ્‍પર્ધકોની સાથે રૂબીના પણ સામેલ થઇ ચુકી છે. કલર્સ પર આ શો દર્શાવાશે. આ સીઝનમાં જોડાનારા દરે સ્‍પર્ધકોએ પોતાનો ડર બાજુ પર મુકવો પડશે. રોહિત શેટ્ટી આ શોનું સંચાલન કરવાનો છે. રૂબીના આ શોમાં સામેલ થવા માટે ખુબ જ ઉત્‍સાહીત છે. રૂબીનાએ કહ્યું હતું કે મારી જિંદગીમાં આવનારા પડકારોનો સામનો કરીને હું ખુબ જ મજબૂત બની ગઇ છું. આ કારણે જ ખતરો કે ખિલાડી માટે હું વધુ ઉત્‍સાહિત છું. મને વિશ્વાસ છે કે રોહિત શેટ્ટીના માર્ગદર્શનમાં હું ઘણું બધુ મેળવી લઇશ. મારા ચાહકોને હું ખુબ જ પ્રેમ કરુ છું. મને આશા છે કે મારી આ નવી સફરમાં પણ તેઓ મને ચોક્કસ ટેકો આપશે.

(10:29 am IST)