Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

આવી રહી છે કોમેડી ડ્રામા પંચાયતની બીજી સિરીઝ

વેબ સિરીઝની દુનિયામાં જેટલી પર સિરીઝના વખાણ થયા છે અને ચાહકોને ખુબ પસંદ પડી છે તેમાં જિતેન્‍દ્ર કુમારની ‘પંચાયત' પણ સામેલ છે. હવે પંચાયતની બીજી સીઝન આગામી વીસમી મેના રોજ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઇ રહી છે. આ કોમેડી ડ્રામાનું નિર્દેશક દિપ કુમારે કર્યુ છે. સિરીઝમાં રઘુવીર યાદવ, નીના ગુપ્‍તા મુખ્‍ય ભુમિકા નિભાવી રહ્યા છે.  આ સિરીઝમાં દેખાડવામાં આવશે કે અભિષેકનું પાત્ર ભજવનાર જિતેન્‍દ્ર કુમાર કે જે એન્‍જિનિયર છે તે ફુલેરા ગામની પંચાયતમાં સેક્રેટરી તરીકે જોડાય જાય છે. અભિષેકની આ સફર લોકોને ખૂબ હસાવશે. એની પહેલી સીઝનમાં પણ ગામની પંચાયતની આસપાસ જ સ્‍ટોરી ફરી હતી. હવે એની બીજી સીઝન પણ લોકોને એટલું જ મનોરંજન પુરુ પાડશે તેવો નિર્માતાઓનો દાવો છે.

(10:28 am IST)