Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સાઉથના નિર્દેશક બાલાજી મોહને કરી બોલીવૂડમાં એન્‍ટ્રી

સાઉથના નિર્દેશક બાલાજી મોહને હિન્‍દી ફિલ્‍મમાં એન્‍ટ્રી કરી છે. અગાઉ ધનુષની ફિલ્‍મો મારી અને મારી-ટુ બનાવી ચુકેલા બાલાજી હવે હિન્‍દી ફિલ્‍મ ‘ક્‍લિક શંકર'નું નિર્દેશન કર્યુ છે. ફિલ્‍મ ‘ક્‍લિક શંકર'ની વાત કરીએ તો ક્‍લિક એ કેમેરાનો અવાજ છે. આ ફિલ્‍મના મુખ્‍ય પાત્ર શંકર રિબેરોને ફોટોગ્રાફિક મેમરી છે. તેને જિંદગીની દરેક ઘટનાઓ બરાબર યાદ રહે છે. તે કોઈ અવાજ, સ્‍વાદ, સુગંધ કે પછી કોઈ લાગણીને કદી નથી ભૂલતો. આ પાત્રમાં એક્‍શન, હ્યુમર અને દયાનો ભાવ છે. બાલાજી મોહને કહ્યું કે ‘ફિલ્‍મ બનાવવા માટે એક અનોખા વિઝનની જરૂર હતી, જેમાં દર્શકો કોમેડીનો પણ આનંદ લઈ શકે. હાસ્‍યની સાથે ફિલ્‍મનું થ્રિલર લોકોને છેવટ સુધી સીટ સાથે જકડી રાખશે. લોકોને આ ફિલ્‍મ દેખાડવા માટે અમે આતુર છીએ.

(10:27 am IST)