Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

હોલીવુડની ફિલ્મનું થશે અંતરીક્ષમાં શુટીંગઃ નાસા સાથે કરાર

ટોમ ક્રુઝ હશે ફિલ્મનો હીરો, ઇતિહાસ રચાશે

નવી દિલ્હીઃ વાદળો ઉપર શુટીંગના દૃશ્યો તો તમે ઘણી ફિલ્મોમાં જોયા હશે પણ તે અસલી નહિ  પણ સ્ટુડીયોમાં બનાવવામાં આવ્યા હોય છે. પરંતુ હવે વાદળો ઉપર જ નહિ પણ અંતરીક્ષમાં પણ શુટીંગ થશે અને અસલી સીન જોવા મળશે. હાલમાં બોલીવુડ તો નહિ પણ હોલીવુડની ફિલ્મોમાં અંતરીક્ષમાં શુટીંગ કરેલ અસલી સીન જરૂર જોવા મળશે. અંતરીક્ષમાં શુટીંગ કરનાર કોઇ જેવો તેવો હિરો નહિ પણ ૦૦૭ જેમ્સ બોન્ડ એટલે કે ટોમક્રુઝ છે જેની રોમાંચકારી એકટીંગની દુનિયા દિવાની છે.

સ્પેસમાં ફિલ્મ શુટીંગ માટે એલન મસ્ક નામની કંપનીએ સ્પેસ એકસ દ્વારા નાસા સાથે એગ્રીમેન્ટ સાઇન કર્યું છે. હોલીવુડના ઇતિહાસમાં આ મોટી ક્રાંતીના રૂપમાં જોવા મળે છે. જો કે હાલમાં તો તૈયારીઓની શરૂઆત છે.

ટોમ ક્રુઝ જો આ કરવામાં સફળ બનશે તો પ્રથમ ફિલ્મ હશે જેનું ધરતીની બહાર શુટીંગ થયુ હોય. આ એકસન ફિલ્મ હશે.

(4:10 pm IST)