Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રકુલ પ્રિત સિંહની દરિયાદિલી

લોકડાઉનના ત્રીજા તબક્કામાં અમુક છુટછાટો અપાઇ છે. પરંતુ ફિલ્મ અને ટીવી ઉદ્યોગ હજુ પણ બંધ હોઇ તમામ સ્ટાર્સ ઘરમાં રહેવા મજબુર છે. અભિનેત્રી રકુલ પ્રિત સિંહ પણ લોકડાઉનમાં પરિવારજનો સાથે સમય પસાર કરી રહી છે. તેણે રવિવારે પોતાના ભાઇ અમન સાથે રમતો રમતી બાળપણની યાદ તાજા કરી હતી. આ અંગેનો વિડીયો પણ તેણે પોસ્ટ કર્યો હતો. રકુલે પહેલા તો ભાઇ સાથે કબડ્ડી રમી હતી અને એ પછી ચકલી ઉડે ફરરરર...એ રમત રમી હતી. જેમાં તેણે ભેંસને પણ ઉડાડી દેતાં તેના ભાઇએ તેને બંને હાથ ભેગા કરાવી હાથ પર જાપટ મારી હતી. વડાપ્રધાનશ્રીએ લોકડાઉનમાં બધાને આસપાસના જરૂરિયાતમંદોને મદદ કરવા અપીલ કરી હતી. અનેક સ્ટાર્સ તેમાં સામેલ થયા છે. રકુલ પ્રિત સિંહ પણ પોતાના ઘરની નજીકના ગુરૂગ્રામ સ્થિત સ્લમ એરિયામાં રહેતાં ૨૦૦ પરિવારોને દરરોજ ભોજન પહોંચાડી રહી છે. રકુલે કહ્યું હતું કે મારા પિતાએ સ્લમ એરિયામાં કેટલા લોકો છે તેની માહિતી મેળવી હતી. લોકડાઉન પુરૂ નહિ થાય ત્યાંસુધી અમે ભોજન આપતાં રહેશું. રકુલ અને તેના પરિવારની આ દરિયાદીલીને સોૈ વખાણી રહ્યા છે.

(10:13 am IST)