Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

સિધ્ધાર્થ સાથે હવે બધુ ઠીક છેઃ રશ્મિ

બિગ બોસ ૧૩માં રશ્મિ દેસાઇ અને સિધ્ધાર્થ શુકલ ખુબ ચર્ચામાં રહ્યા હતાં. આ બંને વિજેતા થવા માટે હોટ ફેવરીટ હતાં. પણ છેલ્લે સિધ્ધાર્થ બાઝી મારી ગયો હતો. શોની શરૂઆતમાં તો રશ્મિ અને સિધ્ધાર્થ એક બીજા સાથે ખુબ ઝઘડો કરતાં જોવા મળ્યા હતાંઉ પરંતુ છેલ્લે કડવાહટ દુર થઇ ગઇ હતી. રશ્મિએ તાજેતરમાં સિધ્ધાર્થ સાથેના પોતાના બોન્ડીંગ વિશે વાત કરી હતી. રશ્મિએ કહ્યું હતું કે હવે અમારા બંનેની વચ્ચે બધુ બરાબર છે. હું જો અચાનક કોઇ પાર્ટીમાં કે કોઇ સ્થળે સિધ્ધાર્થને મળીશ તો ચોક્કસ વાત કરીશ. સિઝનના ફાઇનલ સુધીમાં અમારી વચ્ચે ઘણીખરી બાબતો ઠીક થઇ ગઇ હતી. બિગ બોસમાં ફેમિલી ટાસ્ક વખતે રશ્મિ ખુબ લાગણીશીલ થઇ ગઇ હતી ત્યારે સિધ્ધાર્થએ તેને સહારો આપ્યો હતો. રશ્મિએ એમ પણ કહ્યું હતું કે શો વખતે અમારી વચ્ચે ઘણા ઉતાર-ચઢાવ હતાં. પણ અમે બંને મજબુત છીએ. એક સમય એવો પણ આવ્યો હતો કે હું ઘર છોડી નીકળી જવાની હતી. પરંતુ મને સ્વજનોએ સહારો આપ્યો હતો. બિગ બોસ-૧૩માં રશ્મિને અરહાન ખાને પણ પ્રપોઝ કર્યુ હતું. પણ સલમાને અરહાન પરણેલો હોવાનો ખુલાસો કર્યો હતો.

 

(10:13 am IST)